Headlines
Loading...
પુલવામા એટેક: CCTV કેમેરા પરથી ખૂલશે ષડયંત્રનું રાઝ, મળ્યા કેટલાંય અગત્યના સુરાગ

પુલવામા એટેક: CCTV કેમેરા પરથી ખૂલશે ષડયંત્રનું રાઝ, મળ્યા કેટલાંય અગત્યના સુરાગ

બ્લાસ્ટની તપાસમાં લાગેલા એનઆઇએ ટીમની સાથે હાથમાં કેટલાંક પુરાવા લાગ્યા છે. કાર બોમ્બની યોજના કયાં બની અને કેવી રીતે અંજામ આપ્યો, તેને લઇ એનઆઇએ સીસીટીવી દ્વારા પુરાવા એકત્ર કરવાની કોશિષ કરી રહ્યું છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું કે જે મારૂતિ ઇકો કારમાં આ બ્લાસ્ટ થયો અને આતંકી થયો અને આતંકી આદિલ અહદમ ડાર સાથે જોડાયેલા કેટલાંય અગત્યના લીડ એનઆઇએને મળ્યા છે. અવંતીપોરા અને તેની આજુબાજુના વિસ્તારોમાં મળેલ સીસીટીવી ફૂટેજ તપાસ ટીમ માટે અગત્યના સુરાગ સાબિત થઇ રહ્યા છે.

અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે સ્થાનિક લોકોના ઘરોમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા એનઆઇએ ઘટનાક્રમથી જોડાયેલ મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરી રહી છે. ટીમ તેની પણ તપાસ કરી રહ્યું છે કે કયા ગામમાંથી કાર વળાંક લઇ હાઇવે સુધી પહોંચી અને ત્યાંથી કાફલાના પાંચમા નંબરની બસ સાથે ટકારઇ. કારને આતંકી ડાર ખુદ ચલાવી રહ્યો હતો અને તેની સાથે બીજું કારણ હાજર હતું, જેવા પ્રશ્નાનો જવાબ તપાસવા ટીમ સીસીટીવી ખંખોળી રહી છે. એક વરિષ્ઠ અધિકારી એ કહ્યું કે અત્યારે તો અમે એટલું જ કહી શકીએ છીએ કે અમને સીસીટીવી ફૂટેજ દ્વારા ઘણી સારી લીડ્સ મળી છે.

સૂત્રોનું કહેવું છે કે કેટલાંક જૂના વીડિયો અને તસવીરોને પણ એનઆઇએની ટીમ તપાસી રહી છે. એક્સપર્ટ્સ તેની તપાસ કરી રહ્યા છેકે જૈશ-એ-મોહમ્મદના વીડિયોમાં અવાજ કોનો છે. આ વીડિયોમાં જૈશ એ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી અને આતંકી ડાર પણ તેમાં દેખાઇ રહ્યાં છે. નિષ્ણાતોની કેટલીય ટીમ દરેક એંગલથી આ વીડિયોને ચકાસી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે એનઆઇએના ઉચ્ચ અધિકારી ખૂબ ઝડપથી સરકારને પૂરા ષડયંત્રની માહિતી આપી શકે છે
.
અત્યાર સુધીની તપાસમાં ફોરેન્સિક એક્સપર્ટ્સે પુષ્ટિ કરી દીધી છેકે બ્લાસ્ટ માટે ઉપયોગ થયેલ આરડીએક્સ મિલિટરી ગ્રેડના છે. એનઆઇએનું માનવું છે કે ભારતમાં તેને જમ્મુ બોર્ડર દ્વારા લાવામાં આવ્યું છે. અથવા તો આ તમામ આરડીએક્સ એક સાથે નહીં પરંતુ વ્યવસ્થિત રીતે લાવવામાં આવ્યું છે. તપાસ ટીમનું એ પણ માનવું છે કે જૈશ, લશ્કર-એ-તૈયબા, હિઝ્બુલ મુઝાહિદ્દીન અને બીજા સ્થાનિક આતંકી સંગઠનોના અંડરગ્રાઉન્ડ આતંકીઓએ તેમાં પૂરી મદદ કરી. હિઝબુલ અને બીજા સંગઠનોના એવા કેટલાંક સપ્લાયર્સે પણ સઘન પૂછપરચ્છ કરી છે.

અત્યાર સુધીમાં એક સ્થાનિક જૈશ આતંકી મુદસ્સર અહમદ ખાન જેણે આતંકી હુમલામાં ભાગ લીધો હતો ને સુરક્ષાબળોએ મારી નાંખ્યો. સૌથી પહેલાં હુમલામાં ત્રણ જૈશ આતંકીઓ કામરાન, ગાઝી અહમદ અને હિલાલ અહદમના સામેલ થવાની પુષ્ટિ કરાઇ હતી. આ ત્રણેયને ગયા સપ્તાહે એન્કાઉન્ટરમાં ઠાર કરાઇ ચૂકયા છે.
/div>

0 Comments: